ભારતમાં સૌથી મોટો દરિયા કિનારો ગુજરાત પાસે છે. જે લગભગ 400 કિમિ સુધી ફેલાયેલો છે. ગુજરાતમાં એવા ઘણા બીચ આવેલા છે જે ફોરેનને પણ ટક્કર આપે છે. તેમાંથી એક છે શિવરાજ પુર બીચ. જે દ્વારકાથી માત્ર 11.6 કિમી દૂર આવેલો છે અને ત્યાં પહોંચતા 20 મિનિટ કરતા પણ ઓછો સમય લાગે છે. આ બીચની ખાસિયત એ છે કે ત્યાનું પાણી કાચ કરતા પણ ચોખ્ખુ છે. માટે ત્યાં ફરવા જવામાં જલસો પડી જશે.
એડવેન્ચરના શોખીનો માટે ખાસ
આ બીચ શિવરાજપુર ગામની નજીક આવેલો છે. જેની પાસે દીવાદાંડી અને ખડકાળ કિનારા પણ છે. જો તમે બીચ પર જાઓ તો અહીં આવેલી દીવાદાંડી જોવાનું ચુકતા નહીં. અહીં દૂર દેશથી આવતા પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર છે.આ ઉપરાંત એડવેન્ચર શોખીનો પણ શિવરાજપુર બીચ પર જતા હોય છે. પાછલા થોડા વર્ષોથી આ બીચ પર એડવેન્ચર એક્ટિવીટીઝ પણ કરવામાં આવે છે જેના કારણે ટૂરિસ્ટો માટે આ બીચ ખૂબ પોપ્યુલર બન્યો છે. વોટર સ્પોર્ટ્સના શોખીનો આ બીચ પર ખૂબ જાય છે. આ ઉપરાંત અહીં ભીડ ન હાવાના કારણે તમે શાંતિમાં સમય પસાર કરી શકો છો.
શિવરાજપુર બીચ પર મળતી સુવિધાઓ પીવાનું પાણી
- ફર્સ્ટ એડ સ્ટેશન
- ચેન્જિંગ રૂમ
- ચિલ્ડ્રન પાર્ક
- ફિટનેસ સેન્ટર
શું શું કરી શકશો આ બીચ પર સ્કુબા ડાઈવિંગ
- સ્નોર્કલિંગ
- બોટિંગ
- આઈસલેન્ડ ટૂર
- સી બાથ
- સન સેટ
શિવરાજપુર બીચ ટાઈમિંગ્સ
- સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી
શિવરાજપુર બીચ એન્ટ્રી ફી
- એન્ટ્રી ફી: 30 રૂપિયા
ટિકિટ પ્રાઈઝ
- સ્કુબા ડાઈવિંગ - 2500 રૂપિયા પ્રતિ વ્યક્તિ
- સ્નોર્કલિંગ - 700 રૂપિયા પ્રતિ વ્યક્તિ
- બોટિંગ - 1500 રૂપિયા પ્રતિ વ્યક્તિ
- આઈસલેન્ડ ટૂર - 2300 રૂપિયા પ્રતિ વ્યક્તિ
(ટિકિટનાં દરમાં નાનામોટા ફેરફાર હોઈ શકે છે)
શિવરાજપુર બીચની આસપાસનાં સ્થળો
શિવરાજપુર બીચની આસપાસ પણ ઘણા ફરવાલાયક સ્થળો આવેલા છે. જેમકે દ્વારકાધીશનું મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લીંગ, રુકમણીદેવીનું મંદિર, સનસેટ પોઈન્ટ.
મહત્વપૂર્ણ કડીઓ
Join the telegram group link | Click Here |
Join the WhatsApp group link | Click Here |
Home page | Click Here |
બ્લૂ ફ્લેગ બીચનો મળ્યો છે ટેગ
બ્લૂ ફ્લેગ બીચને દુનિયાના સૌથી ક્લિન બીચ માનવામાં આવે છે અને શિવરાજપુર બીચને આ બ્લૂ ફ્લેગ બીચનો ટેગ મળ્યો છે.