Skip to content Skip to sidebar Skip to footer

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023 :

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023 : આપણી પાસે ઘણા ડોક્યુમેન્ટ હોય છે, ચૂંટણી કાર્ડ પણ તે પૈકીનું એક અગત્યનનું ડોક્યુમેન્ટ છે. ચૂંટણી કાર્ડને લગત સુધારા કરવા માટે ચૂંટણી પંચ દ્વારા વર્ષમાં બે ત્રણ વખત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવતો હોય છે. ચાલુ વર્ષ 2023 માટે આ કાર્યક્રમમાં આવતીકાલ એટલે કે તારીખ 5 એપ્રિલ 2023 થી 20 એપ્રિલ 2023 સુધી યોજાનાર છે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023 :

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

  • કાર્યક્રમ :- મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023
  • તારીખ :- 5 એપ્રિલ થી 20 એપ્રિલ 2023
  • કામગીરી :-  મતદાર યાદીમાં નવા નામ દાખલ કરવા અને સુધારાઓ કરવા
  • સંપર્ક :-  તમારા વિસ્તારના BLO

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ મતદાર યાદી કામગીરી

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં મતદાર યાદીને લગતા વિવિધ કામો કરી શકાશે જે નીચે મુજબ છે
  • નવું નામ દાખલ કરવું
  • નામ કમી કરાવવું
  • નામમાં સુધારો કરાવવો
  • સરનામું બદલવું

મતદાર યાદી સુધારણા ફોર્મ

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023 માટે વિવિધ કામગીરી માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે જે નીચે મુજબ છે

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નવું નામ દાખલ કરવું

મતદાર યાદીમાં નવું નામ દાખલ કરવા માટે ફોર્મ નંબર 6 ભરવાનું હોય છે એ તારીખ 1.4 .2023 ના રોજ 18 વર્ષ પૂરા થતા હોય તે ભરી શકે છે
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નામ કમી કરાવવુંકોઈ કારણોસર જો મતદાર યાદી માંથી નામ કમી કરાવવું હોય તો તેના માટે ફોર્મ નંબર 7 ભરાવવાનું રહે છે

મતદાર યાદીમા નામ દાખલ કરવા માટે

  • મતદાર યાદીમા નામ દાખલ કરવા કે ચૂંટણી કાર્ડ માટે Form 6 ભરવાનું રહેશે. જેની સાથે એલસી, જન્મનો દાખલો, આધારકાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બીલ, ભાડા કરાર, કોઇ કુટુંબીજનનું ચૂંટણીકાર્ડ, એક પાસપોર્ટ સાઇઝનો ફોટોની જરુર રહેશે. જો કોઇ મહિલાએ લગ્ન કર્યા બાદ નવા સ્થળે નામ ઉમેરવાનું હોય તો મેરેજ સર્ટી પણ લાવવાનું રહેશેં.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023 :

મતદાર યાદીમા નામ કમી કરવા માટે

કોઇ વ્યક્તિના લગ્ન થયા હોય અને તેને મતદાર યાદીમાં નામ કમી કરી અન્ય સ્થળે નામ ઉમેરવુ હોય અથવા તો માણસનુ મૃત્યુ થતા તેનું નામ મતદાર યાદીમાંથી કમી કરવુ હોય તો તેના માટે ફોર્મ 7 ભરવાનું રહેશે. જેના માટે ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ (જો હોય તો), મરણનો દાખલો, મેરેજ સર્ટી (લગ્ન થવાથી નામ કમી કરવાનું હોય તો) લાવવાના રહેશે.

ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા

ચૂંટણીકાર્ડમાં સુધારો કરવા માટે ફોર્મ 8 ભરવાનું રહે છે. જેના માટે જે સુધારો કરવાનો હોય તે ડોક્યુમેન્ટ, એલસી, આધારકાર્ડ, એક ફોટો, રેશનકાર્ડ તથા લાઇટબીલ જેવા દસ્તાવેજ સાથે લઇ જવા.

વ્યક્તિએ એડ્રેસ બદલાવુ હોય તો

સરનામુ બદલાવા માટે મતદારે ફોર્મ 8-ક ભરવાનું રહે છે અને સાથે ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ અને હાલના સરનામાની ઝેરોક્ષ સાથે લઇ જવાની રહેશે.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નામમાં સુધારો કરવોજો તમારા નામ અટક વગેરેમાં કોઈ સુધારો કરાવવાનો હોય તો તે માટે ફોર્મ નંબર 8 ભરવાનું હોય છે

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સરનામું બદલવું

  • મતદાર યાદીમાં રહેલા જૂનું સરનામું બદલી નવું સરનામું દાખલ કરવાનો હોય તો તેના માટે ફોર્મ નંબર 8-ક ભરવાનું હોય છે
  • ઉપરોક્ત તમામ ફોર્મ તમારા વિસ્તારના BLO નો આ કામગીરીના દિવસો દરમિયાન સંપર્ક કરવાથી મળી રહેશે.
જેમાં તારીખ 5 એપ્રિલથી 15 દિવસ એટલે કે 20 એપ્રિલ 2023 સુધી મતદારો હકદાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે. તારીખ 28 એપ્રિલ સુધીમાં હક દાવા વાંધા અરજીઓનો નિકાલ કરાશે. તારીખ 1 એપ્રિલ 2023 ની લાયકાત ની તારીખ ના સંદર્ભમાં ફોટો વાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયેલ છે, મતદાન યાદીની આખરી પ્રસિદ્ધ તારીખ 10 મી મે ના રોજ કરાશે

Important Link

NVSP પોર્ટલ પર ઓનલાઇન સુધારો કરવા માટે અહીં ક્લિક કરો

વધુ માહિતી માટે sec.gujarat વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ઓનલાઇન સુધારો કરવા માટે પોર્ટલ

  • મતદાર યાદી સુધારણા અને લગતા કામ માટે ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.
  • આ ઉપરાંત વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ , ચૂંટણી પંચના નેશનલ વોટર સર્વિસ પોર્ટલના માધ્યમથી પણ ફોર્મ નંબર 6 ભરી નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માટે અરજી કરી શકાય છે.
  • સાથે જ અરજદાર મતદાર યાદીમાં પોતાનો અને પોતાના પરિવારના સભ્યોનું નામ છે કે કેમ તેની ચકાસણી પણ કરી શકે છે.
  • જો કોઈ સુધારો હોય તો ઓનલાઇન ફોર્મ ભરી સુધારો પણ કરી શકાય છે.
  • જે લગતા જરૂરી તમામ લિંક અહીં નીચે મૂકવામાં આવેલ છે તમે અહીંથી ઓનલાઇન સુધારો કરી શકો છો.
  • નવું નામ દાખલ કરવા માટે ઓનલાઇન ફોર્મ પણ ભરી શકો છો

Post a Comment for "મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2023 : "

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now