Skip to content Skip to sidebar Skip to footer

21 જૂન વિશ્વ યોગ દિવસ 2023 | International Yoga Day | આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023


International Yoga Day 2023 દર વર્ષે 21 જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જોકે, એ જાણવું પણ રસપ્રદ છે કે યોગ દિવસની ઉજવણી કોણે, ક્યારે અને ક્યાંથી શરૂ કરી. ચાલો જાણીએ આ વર્ષના યોગ દિવસનો ઈતિહાસ, મહત્વ અને થીમ 

21 જૂન વિશ્વ યોગ દિવસ 2023 |  International Yoga Day  |  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023

યોગા દિવસનું મહત્વ

યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે – જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે.

બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી. ‘યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા.

યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે – રાજપથ. ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે – ઓશો.

પાતંજલિએ ઈશ્વર સુધી, સત્ય સુધી, સ્વયં સુધી, મોક્ષ સુધી કહો કે પૂર્ણ સ્વાસ્થ્ય સુધી પહોંચવાની આઠ સીડીઓ નિર્મિત કરી છે. તમે ફક્ત એક સીડી ચઢશો તો બીજી માટે જોર નહી લગાડવો પડે, ફક્ત પહેલા પર જ જોર આપવો પડશે. પહેલ કરો. જાણી લો કે યોગ તેની પરમ શક્તિની તરફ ધીરે ધીરે વધવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તમે જો ચાલી નીકળ્યા છો તો પહોંચી જ જશો.

જેમ બહારની વિજ્ઞાનની દુનિયામાં આઈંસ્ટાઈનનુ નામ સર્વોપરિ છે, તેવી જ રીતે મનની અંદરની દુનિયાના આઈંસ્ટાઈન છે પાતંજલિ. જેવી રીતે પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, તેવી જ રીતે બધા દર્શનો, વિધિઓ, નીતિઓ, નિયમો, ધર્મો અને વ્યવસ્થાઓમાં યોગ શ્રેષ્ઠ છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે શરૂ થયો?

27 સપ્ટેમ્બર 2014 ના રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે અંતર્ગત વર્ષમાં કોઈપણ એક દિવસને યોગ દિવસ તરીકે ઉજવવાની માંગ કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ પ્રસ્તાવને સ્વીકારી લીધો. જે બાદ દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ 21 જૂન 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 માનવતાની થીમ પર આધારિત છે

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’નો હેતુ વિશ્વના લોકોમાં યોગના અનેક ભૌતિક અને આધ્યાત્મિક ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. દર વર્ષે આ ઇવેન્ટ માટે અલગ થીમ હોય છે. ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023’ ની થીમ ‘માનવતા’ છે. ભૂતકાળના વિષયોમાં ‘હૃદય માટે યોગ’, ‘શાંતિ માટે યોગ’, ઘરે યોગ અને પરિવાર સાથે યોગનો સમાવેશ થાય છે.

21 જૂને યોગ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

21મી જૂને યોગ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવવાનું પણ એક કારણ છે. આ તારીખે, ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે. જેને ઉનાળુ અયન કહે છે. ભારતીય પરંપરા અનુસાર ઉનાળાના અયન પછી સૂર્ય દક્ષિણાયનમાં હોય છે. સૂર્ય દક્ષિણાયનનો સમય આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે અસરકારક છે. આ કારણોસર દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે.
આ વખતે વડાપ્રધાન મોદી અહીં યોગ દિવસની ઉજવણી કરશે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર 2014 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા યોગ દિવસની ઘોષણા કરવામાં આવી હતી, ત્યારબાદ 21 જૂને યુનાઇટેડ સ્ટેટ્સમાં યુએનની સૂચિમાં તેને અપનાવવામાં આવ્યો હતો. હવે યોગ દિવસ 2023માં એ જ દિવસે એટલે કે 21 જૂને વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર પરિસરમાં યોગ દિવસની ઉજવણી કરીને વિશ્વ માનવતાને સંદેશ આપશે.

મહત્વ પૂર્ણ કડીઓ
join Telegram channel
     અહી ક્લિક કરો
Join whatsapp group
    અહી ક્લિક કરો
 more informatios             અહી ક્લિક કરો

Post a Comment for "21 જૂન વિશ્વ યોગ દિવસ 2023 | International Yoga Day | આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023"

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now