Skip to content Skip to sidebar Skip to footer

ગુજરાત હોમગાર્ડ ભરતી 2023: 6752 ખાલી જગ્યા, ફોર્મ ડાઉનલોડ કરો

ગુજરાત રાજયમાં ચાર(૦૪) કમિશ્નરેટ એરીયા તથા બાવીસ(૨૨) જિલ્લાઓના યુનિટ / ઝોન / ડીવીઝન ખાતે ૬,૭૫૨ માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે. આ માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવા સંબંધિત જિલ્લા કમાન્ડન્ટશ્રીઓની કચેરી ખાતેથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ભરતી થવા માટે ઉચ્છુક ઉમેદવારોએ જે તે વિસ્તારની યુનિટ કચેરીએ અથવા જિલ્લા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ હોમગાર્ડઝ સભ્યોને માનદ સભ્ય તરીકે ભરતી કરવાની છે. જેમાં સરકારશ્રીને જરૂર પડ્યે અગત્યની ફરજ ઉપર બોલાવવામાં આવશે. ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર તેઓને માનદ વેતન તરીકે રૂ.૩૦૦/- ફરજ ભથ્થું અને રૂ.૪/- ધોલાઈ ભથ્થું પ્રતિ દિન મળવાપાત્ર રહેશે.

ગુજરાત હોમગાર્ડ ભારતી 2023: 6752 ખાલી જગ્યા, ફોર્મ ડાઉનલોડ કરો

ગુજરાત હોમગાર્ડ ભરતી 2023

સંસ્થાનું નામ ગૃહ રક્ષક દળ
પોસ્ટનું નામ  હોમગાર્ડ
કુલ જગ્યાઓ 6752
અરજીનો પ્રકાર ઓનલાઇન
નોકરીની જગ્યા ગુજરાત
ઓફિશિયલ વેબસાઈટ homeguards.gujarat.gov.in

જિલ્લા વાઈઝ જગ્યાઓ Gujarat Home Guard Bharti 2023

અમદાવાદ પૂર્વ  339
અમદાવાદ પશ્વિમ  395
અમદાવાદ રુરલ 214
વડોદરા 676
વડોદરા રુરલ  89
સુરત 906
સુરત રુરલ 115
રાજકોટ 309
રાજકોટ રુરલ 127
આણંદ 100
ગાંધીનગર 383
સાબરકાંઠા 275
મહેસાણા 93
અરવલ્લી 265
ભરૂચ 131
નર્મદા 252
મહિસાગર 10
વલસાડ 184
નવસારી 164
સુરેન્દ્રનગર 255
મોરબી 296
દેવભુમિ દ્વારકા  140
જુનાગઢ 134
બોટાદ 260
કચ્છ 280
ગાંધીધામ 239
પાટણ 115

હોમગાર્ડઝદળમાં ભરતી થવા આવનાર પુરુષ ઉમેદવારની લાયકાતઃ-

  • (ક) ભારતનો નાગરિક હોવો જોઇએ.
  • (ખ) ધોરણ – ૧૦ પાસ અથવા તેથી વધુ શૈક્ષણીક લાયકાત ધરાવતો હોવો જોઇએ.
  • (ગ) ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ.
  • (ઘ) વજન ઓછામાં ઓછુ ૫૦ કિલો હોવું જોઇએ.
  • (ચ) ઉંચાઇ ઓછામાં ઓછી ૧૬૨ સેન્ટી મીટર,
  • છાતી ઓછામાં ઓછી ૭૯ સેન્ટી મીટર હોવી જોઇએ, ૫ સેન્ટી મીટર જેટલી છાતી ફુલાવી શકતા હોવા જોઇએ.(છ) અરજદારે કોઇ ગુન્હાહિત કૃત્ય કરેલ ન હોવું જોઇએ. અને ભારતમાં વિધિ દ્વારા સ્થાપિત કોઇ પણ ન્યાયાલય દ્વારા શિક્ષા થયેલ ન હોવી જોઇએ.
  • (જ) અરજદાર કોઇ કોમી સંસ્થા સાથે સંકળાયેલ ન હોવા જોઇએ તથા કોમ્યુનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ન હોવા જોઇએ

હોમગાર્ડઝદળમાં ભરતી થવા આવનાર મહિલા ઉમેદવારની લાયકાત

  • (ક) મહિલા ઉમેદવારના કિસ્સામાં ઓછામાં ઓછું વજન – ૪૦ કિલો હોવું જોઇએ.
  • (ખ) મહિલા ઉમેદવારોની ઉંચાઇ ઓછામાં ઓછી ૧૫૦ સેન્ટી મીટર હોવી જોઇએ.
  • (ગ) ૩ (અ) માં સુચવેલ મુદ્દા નંબર ક, ખ, ગ, છ અને જ માં સુચવ્યા મુજબ ની લાયકાત યથાવત રહેશે.

ભરતી કસોટીની વિગત

આ સમીતિએ ભરતી મેળા વખતે ભરતી થનાર ઉમેદવારોની શારીરીક કસોટીનું આયોજન કરવાનું રહેશે. જે નીચે મુજબ રહેશે. તદ્દઉપરાંત દરેક ઉમેદવારનાઓએ નિયત કરેલ શારીરીક ક્ષમતા કસોટી પાસ કરવાની રહેશે.

પુરુષ ઉમેદવારો માટે
ટેસ્ટનું નામ  પાસિંગ સ્ટાન્ડર્ડ      ગુણ
૧૬૦૦ મીટર દોડ ૦૯ મિનિટ       ૭૫
મહિલા ઉમેદવાર માટે
ટેસ્ટનું નામ  પાસિંગ સ્ટાન્ડર્ડ  ગુણ
૮૦૦ મીટર દોડ  ૦ મિનિટ ૨૦ સેકન્ડ ૭૫

મુખ્ય પ્રવૃત્તિઓGujarat Home Guard Bharti 2023

  • સરહદની રખેવાળી
  • સલામતી બંદોબસ્ત
  • રક્તદાન
  • કુદરતી આફતમાં રાહતકાર્ય
  • માનવસર્જિત આફતમાં સહાય
  • કેટેગરાઈઝ શહેરમાં બચાવ કામગીરી

લક્ષ્ય Gujarat Home Guard Bharti 2023

સમાજના જુદા જુદા વર્ગના માનદ સેવા આપ‍વા ઇચ્‍છતા લોકોને દળમાં લઈ, તાલીમ આપી એક શિસ્‍તબદ્ધ નાગરિક તૈયાર કરવો. આ શિસ્‍તબદ્ધ નાગરિક દ્વારા કુદરતી અને માનવસર્જિત હોનારતોના સમયે સમાજની નિઃસ્‍વાર્થ રીતે સેવા કરી સમાજનો જોમ-જુસ્‍સો જળવાઈ રહે તે જોવું તેમ જ દેશમાં કટોકટી અને આંતરિક સુરક્ષાના સમયે પોલીસ તથા પ્રશાસનની સાથે રહી નિષ્‍કામ કામગીરીની ભાવના કેળવવી.

હેતુઓ Gujarat Home Guard Bharti 2023

  • સમાજના તમામ વર્ગના લોકોને તાલીમબદ્ધ કરવા.
  • પોલીસની સાથે કાયદો અને વ્‍યવસ્‍થા તથા રાજ્ય / દેશની આંતરિક સલામતી જાળવવી.
  • પોલીસ / બોર્ડર સિક્યોરિટી ફોર્સની મદદમાં રહીને આંતરિક રાષ્‍ટ્રીય અને રાષ્‍ટ્રીય સરહદની સલામતી જાળવવી.
  • માનવસર્જિત અને કુદરતી હોનારતમાં પોલીસ તેમ જ સ્‍થાનિક પ્રશાસનની મદદ કરવી.
  • સરકારી સંસ્‍થાનો અને સરકારી મિલકતનું રક્ષણ કરવું.
  • સમાજના નબળા વર્ગોને કોમી-હુલ્‍લડના સમયે મદદ કરવી.

મહત્વપૂર્ણ લિંક
હોમગાર્ડઝ ભરતી માટેનું અરજી પત્રક અહી ક્લિક કરો
ઓફીસીયલ વેબસાઈટ અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

અરજી શરુ થયાની તારીખ ૧૫-૦૯-૨૦૨૩
અરજી કરવાની છેલ્લી તારીખ ૨૫-૦૯-૨૦૨૩

Post a Comment for "ગુજરાત હોમગાર્ડ ભરતી 2023: 6752 ખાલી જગ્યા, ફોર્મ ડાઉનલોડ કરો"

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now